Lalesh Thakkar

” આપણે જીવનમાં કોઈને નડવું નથી ,પણ આપણને કોઈ ના નડે તે પણ જરૂરી છે .“
– Lalesh Thakkar
લાલેશભાઈ ઠક્કર, પાટણ માં ભાગ્યે જ કોઈ એવું હશે જેમને લાલેશભાઈ ઠક્કર નું નામ સાંભળ્યું નહિ હોય. સ્વાભાવે ખુબજ નિરળ અને પ્રજા ના કામ માટે હંમેશા તત્પર એવા લાલેશભાઈ ઠક્કર નું વ્યકિતત્વ જ એમની ઓળખાણ છે.
લાલેશભાઈ ઠક્કર પોતે મધ્યમવર્ગીય કુટુંબ માં ઉછરેલા હોઈ, તેઓ મધ્યમવર્ગીય પરવીરો ની મુશ્કેલીઓ ને જાણે છે અને એ મુશ્કેલીઓ નો ઉકેલ લાવવા માટેના બધાજ પ્રયત્નો કરે છે.પોતે એવું ચોક્કસ ધ્યાન રાખે છે કે કોઈ વિદ્યાર્થી નું ભણતર નાણાકીય પ્રોબ્લેમ ના કારણે અટકે નહિ.
લાલેશભાઈ ઠક્કર પોતાની રાજકીય કારકિર્દી ની શરૂઆત શ્રી પ્રવીણ રાષ્ટ્રપાલ(ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાજકારણી, ભારતના સંસદના સભ્ય હતા) ના સહાયક તરીકે કરેલી અને અત્યારએ કોંગ્રેસ ના એકટીવ મેમ્બર અને સારા લીડર છે, પણ જયારે પણ પ્રજા ના હિત ની વાત હોય ત્યારે તેમને ક્યારે પણ રાજકારણ જોયું નથી અને હંમેશા જે સાચું અને પ્રજા ના હીત માં હોય એવી વાત કરી છે
પાટણ ની સિવિલ હોસ્પિટલ ને બચાવવા ની વાત હોય કે પછી જલારામ મંદિર માં સેવા નું કામ હોય, લાલેશભાઈ ઠક્કર હંમેશl તત્પર હોય છે.
અત્યારની આવી કોરોના જેવી વિકટ પરિસ્થિતિ માં પણ લાલેશભાઈ ઠક્કર પોતે હાજર રહી ને પ્રજા ને ઉકાળા નું વિતરણ, ટેમ્પરેચર ચેક કરવું, અને બીજા ઘણા કર્યો પ્રજા અને પાટણ શહેર ના વિકાસ માટે કરી રહ્યા છે.
લાલેશભાઈ ઠક્કર નો વિધાર્થીઓ માટેની લાગણી અને ભણતર ને કેટલું મહત્વ આપે છે એ વાત ની જાણ તો ત્યારે થયેલી જયારે એમને બોર્ડની પરીક્ષા આપતા વિદ્યર્થીઓ કે જેમનું પરીક્ષા કેન્દ્ર પાટણ માં છે અને તેઓ બહારગામ ના રહેવાસી છે અને પાટણ માં રહેવાની વ્યવસ્થા નથી તો વિનામૂલ્યે તેમને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે, એવી જાહેરાત કરેલી અને એનો અમલ પણ કરેલો.
વેપારીઓ ના સાચા મિત્ર અને વેપારીઓ જેને પોતાની મન ની વાત કરી શકે અને એવા દ્રઢ વિશ્વાસ રાખે કે લાલેશભાઈ ઠક્કર એમની વાત સાંભળશે અને એનું યોગ્ય નિરાકરણ લાવશે. જયારે પણ મુશ્કેલીઓ આવી છે વેપારીઓ ને તેમને લાલેશભાઈ ઠક્કર નો ચોક્કસ સંપર્ક કરે છે.
લાલેશભાઈ ઠક્કર પોતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત ના મેમ્બર હોઈ વિધાર્થી ઓ ને પડતી તકલીફ નું નિવરણ લાવવાનો ચોક્કસ પ્રયત્ન કરે છે. પાટણ નગર પાલિકા ના ઉપ-પ્રમુખ તરીકે એમને કરેલી કામગરી ખરેખર બિરદાવા લાયક છે.
- પાટણ નગરપાલિકા પ્રજાના દ્વારે કાર્યક્રમ મીરાદરવાજા થી રાજકાવાડા તરફ યોજાયો હતો. કોર્પોરેટરોની સાથે સાથે ચિફઓફિસરશ્રી પણ હાજર રહ્યા. તેમજ લોકોને પડતી તકલીફોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું.
- પાટણ નગરપાલિકા પ્રજા ના દ્વારે કાર્યક્રમ યશ વિહાર તેમજ નિર્મળ નગર રોડ પર યોજાયો જેમાં સફાઈ, સ્ટ્રીટલાઈટ જેવા કામો નો સ્થળ ઉપર જ તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવ્યો.
- પાટણ નગરપાલિકા પ્રજા ના દ્વારે કાર્યક્રમ જનતા હોસ્પિટલ થી બગવાડા દરવાજા તરફ ના રોડ પર યોજાયો….જ્યાં સફાઈ કરવામાં આવી તેમજ ભૂગર્ભ ગટરના પ્રૉબ્લેમ નું સોલ્યુશન કરવામાં આવ્યું.
- સત્યનો હંમેશા વિજય થાય છે.પાટણ સિવિલ હોસ્પિટલ બચાવો અભિયાન ને સફળ બનાવ્યા બાદ રાધનપુર રેફરલ હોસ્પિટલની પણ ખરાબ પરિસ્થિતિ ધ્યાને આવતા અન્ય એક આંદોલન ની શરુવાત કરી અને મને ખુશી થાય છે કે તેમાં રાધનપુર વિસ્તાર ના ધારાસભ્ય રઘુભાઈ તેમજ મારા કૉંગ્રેસ ના સાથી કાર્યકરો તેમજ રાધનપુર શહેરની જનતા નો જે સાથ મળ્યો અને તેના થકી જ આજે આ આંદોલન સફળ થવા પામ્યું છે. આ આંદોલન ની સફળતાનો શ્રેય મને એકલાને નહીં પણ મારા સાથી કાર્યકરો તેમજ રાધનપુર વિસ્તાર ની જનતા અને પત્રકાર મિત્રો ને પણ જાય છે…
શંકરસિંહ વાઘેલા સાથે છોટુ વસાવા સાથે
લોકો એ ઘણા રાજકારણી જોયા હશે જેઓ માટે રાજકારણ પ્રથમ સ્થાને હોય છે..પણ લાલેશભાઈ ઠક્કર માટે પ્રજા ની સેવા પ્રથમ સ્થાને છે અને રાજકારણ માં રહી ને પ્રજા માટે ભલું કેવી રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે લાલેશભાઈ ઠક્કર.