સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં આ વખતે ૫૦-૫૦ ની જંગ છે. બંને પક્ષ પોતાનું બધું દાવ પર લાગવા તૈયાર છે અને પછી અધૂરું માં પૂરું આપ આવી ને આ વખતે આ ત્રિકોણીય જંગ ને વધુ રસાકસી વાળો બનાવની તૈયાર માં છે, સોગઠાં બધા ગોઠવાયી ગયા છે, બ્યુગલ વાગી ગયું છે. ચાલો થોડું વિશ્લેષણ કરીયે અને જોઈએ કોણ કેટલા પાણી માં છે.
કોંગ્રેસ :
દર વખત ની જેમ આ વખતે પણ કદાચ, કોંગ્રેસ પોતે સુ સારું કર્યું અથવા શુ સારું કરી શકે છે એ મુદ્દા કરતા, ભાજપ એ સુ ખરાબ કર્યું અને સુ ખરાબ કરશે એના પાર ચૂંટણી લડશે, જે કદાચ અમુક અંશે સાચી હોય શકે, પણ લાંબા સમય નહિ ચાલે, કેમકે જનતા ભાજપે સુ કર્યું અને સુ નથી કર્યું એ જનતા જાણે જ છે, જનતા એ જાણવા માંગે છે કે કોંગ્રેસ સુ કરી શકે છે, અથવા કોંગ્રેસ એવું સુ કરશે જે ભાજપે નથી કર્યું અને કોંગ્રેસ કરી શકે અને જનતા નું એનાથી ભલું થશે. કોંગ્રેસ ધારે તો ભાજપ ને બેકફૂટ પાર લાવી શકે ખેડૂતો ના મુદ્દે પણ કદાચ કોંગ્રેસ આ મુદ્દા ને એટલું ના પકડી શકી જેટલું પકડવું જોઈએ – એના સિવાય પણ ઘણા મુદ્દા છે, રોજગારી, અર્થતંત્ર, મોંઘવારી આ બધા મુદ્દા એ એક સામાન્ય માણસ ને સમજણ અને અસર કરે એવા મુદ્દા છે, કોંગ્રેસ એ કદાચ આવા બધા મુદ્દાઓ ને નથી ઉઠાવાયા જેટલે ઉઠાવવા જોઈએ. સામે વાળા નું નુકસાન એ આપનો ફાયદો હંમેશા ના હોય શકે, ઉદાહરણ તરીકે પાટીદાર આંદોલન વખતે ભાજપ ના સૂપડા સાફ થયી હોત, પણ એ વખતે ૫૦-૫૦ પરિણામ આવ્યા જે ૧૦૦% કોંગ્રેસ તરફ હોવા જોઈતા હતા, અને આજે જે વસ્તુ ૫૦-૫૦ છે એ ૭૦-૩૦ કોંગ્રેસ તરફ હોય સકત. કદાચ ઉપરી લીડરશીપ નો આભાવ, ગ્રોઉન્ડલેવલ કાર્યકર્તા ઓ સાથે નું કૉમ્યૂનિકેશન, કૉમ્યૂનિકેશન આભાવ , કે પછી ટિકિટ ની વહેચણી.
એવું નથી કે સામાન્ય જનતા કોંગ્રેસ ને સત્તા પર જોવા નથી માંગતી , પણ કોંગ્રેસ એક જો એક મજબૂત વિપક્ષ બની શકે તો જનતા એમને એક સતાધારી પક્ષ તરીકે જોશે, પણ ત્યાં સુધી એક સારા અને મજબૂત વીપક્ષ તરીકે કોંગ્રેસ એ સારી કામગીરી બજાવી પડશે.કારણ જે હોય પણ એવું ક્યાંય નથી લાગતું કે કોંગ્રેસ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે.
ભાજપ:
ફક્ત અને ફક્ત એક મજબૂત વિપક્ષ નહિ હોવાની સ્થિતિ નો ફાયદો ભાજપ ઉઠાવી રહયું છે, તદુપરાંત ભાજપ નું ગ્રાઉન્ડ લેવલ નું કામ, લીડરસીપ નું કૉમ્યૂનિકેશન અને એમની કામગીરી, નાના માં ના કાર્યકર્તા સુધી નું કૉમ્યૂનિકેશન અને જબરજસ્ત માળખું અને ખુબ જ બારીક મેંનેજમેન્ટ આ બધું ભાજપ ને ચૂંટણી હંમેશા મદદ કરે છે, ભલે ને પછી હવા એમની તરફ હોય કે ના હોય – આ ઉપરાંત કોંગ્રેસ એ ૬૦ વર્ષે સુધી કઈ કર્યું નથી એ મુદ્દો તો હંમેશા રેવાનો જ. ભાજપ જે સારું કરે છે એમાં ૨ વસ્તુ ખુબ જ મહત્વની છે, કાર્યકર્તાઓ નું ગ્રાઉન્ડ લેવલ નું કામ એન્ડ જનતા સુધી નું કૉમ્યૂનિકેશન. મુદ્દો ગમે એવો નાનો હોય પણ એને સામાન્ય જનતા સુધી કેવી રીતે પોહન્ચડાવો એ એમની લીડરશીપ ને ખબર છે, જેમ કે કોંગ્રેસ હિન્દૂ વિરોધી છે અથવા ભારત વિરોધી છે, અથવા કોંગ્રેસ પાકિસ્તાન ની ભાષા બોલે છે અને ભાજપ એ જનતા નું ભલું ઈચ્છે છે – આ બધા મુદ્દા ને એક સામાન્ય માણસ ના મગજ માં બેસાડવા અને એ પણ સામાન્ય માણસ સમજે એ રીતે. ૨૧ મી સદી ની ચૂંટણી ફક્ત જમીન પાર નહિ પણ સોશ્યિલ મીડિયા પર લડાય છે, પણ એમાં પણ ભાજપ માહેર છે. એટલે જે કહેવાય છે કે ભાજપ ૨૧ મી સદી ની પાર્ટી છે એન્ડ યુથ ને કન્નેક્ટ કરે છે.આ બધી વસ્તુઓ સાથે ભાજપ ની કામગીરી અને એનું માર્કેટિંગ કરે છે જે કદાચ કોંગ્રેસ એટલું સફળતા થી નથી કરી શકતું. આ ચૂંટણી એક સ્થાનિક છે પણ કેન્દ્ર ના મુદ્દાઓ ને પણ સ્થાનિક બનાવી એને જનતા ના ગળે ઉતારવાનું નું કામ ભાજપ કરી જાણે છે. સરવાળે કોંગ્રેસ ની અસમર્થતા + ભાજપ નુ મેંનેજમેન્ટ = ભાજપ ૬૦-૪૦ ના તફાવત થી ચૂંટણી જીતી શકે છે.
આપ:
આપ નો એટલે ઉલ્લેખ કરવો પડે કેમકે એ કોંગ્રેસ ની બાજી વધારે બગડશે અને એનો સીધો ફાયદો ભાજપ ને થયી શકે. બાકી આપ ની પાસે એવું કોઈ જ ફેક્ટર નથી જે એમને આ કે કોઈ પણ ચૂંટણી માં દિલ્હી સિવાય જીતાડી શકે.
ચૂંટણી જીતવી એ એક વાનગી બનાવવા જેવું છે, બધા મસાલા નું પ્રમાણ યોગ્ય હોવું જરૂરી છે – જો થોડુંક પણ વધારે-ઓછા પ્રમાણ માં મસાલા થાય એટલે સમજવું કે વાનગી બગડશે. ભાજપ માટે એમનો રસોયીઓ આ બધી રસોઈ બનાવામાં એટલે માહરે છે કે , કદાચ રસોઈ યોગ્ય નહીં બને તો પણ એ જનતા ને કઈ રીતે સાંભળવી એ આવડે છે.

